અનહદ.. - (૩)

(42)
  • 3.9k
  • 5
  • 2.3k

હવે તો તે ખરેખર અનાથ થઈ ગયો! પહેલેથી જ માંબાપનો તો પત્તો નહીં, જો કે રામજી અને સુષ્મા એ ક્યારેય તેને મહેસુસ ન થવા દીધું. પણ કિસ્મત સામે લડતાં તો તે જન્મથી જ શીખી ગયેલો. કોલેજ જતો અને બાકીના સમયે રામજીની ગેરેજ સંભાળતો, રાત્રે મોડે સુધી જાગીને સાઇકલ અને સ્કૂટર રિપેર કરતો, સારો કારીગર બની ગયેલો, જે આવક થાય એમાંથી ગુજરાન ચલાવતો. કપડાં પસંદ કરવાની તેની પોતાની અલગ જ સ્ટાઇલ હતી, થોડાં 'ટપોરી ટાઈપ' ફૂલ ની ડિઝાઇન વાળા શર્ટ અને પગના પંજા પણ ઢંકાઈ જાય તેવા લાંબા પેન્ટ તેને વધારે પસંદ હતા, કોલેજના મિત્રો ઘણી વખત તેને કહેતાં કે તે