સ્વસ્તિક (પ્રકરણ 50)

(160)
  • 4.2k
  • 9
  • 1.9k

નયના કથાનક ઘર બહાર નીકળી અમે રૂકસાનાની પોલીસ બોલેરોમાં ગોઠવાયા. મમ્મી દરવાજા સુધી આવી અમને જોતા રહ્યા. એમની આંખોમાં વેદના હું અનુભવી શકતી હતી. તેઓ મને લઈને ખુબજ ચિંતિત હતા. કદાચ મારી પોતાની મમ્મી કરતા પણ કપિલના મમ્મી મને વધુ ચાહતા હતા. જેવી કાર પ્રેમીસ બહાર નીકળી રૂકસાનાએ ફોન બહાર નીકાળી પોલીસ સ્ટેશનનો નંબર મેળવ્યો. “સરલકર..?” “યસ, મેડમ..” “હું એક ક્રિમીનલને ફોલો કરી રહી છું. એ નાગપુર જંગલના કાળા પહાડ તરફ જઈ રહ્યો છે. તું કુરકુડે અને ટીમને લઈને કાળા પહાડ પહોચ.” “યસ.. મેમ..” રૂકસાનાએ એમને અમુક સૂચનાઓ આપી અને કોલ ડીસ કનેક્ટ કર્યો. થોડાક સમયમાં નાગપુરની સડકો વટાવી