સ્વસ્તિક (પ્રકરણ 46)

(146)
  • 4.2k
  • 5
  • 1.9k

હું પેટ્રોલ પંપ નજીક પહોચ્યો. વરસાદ બંધ થઇ ગયો હતો. છતાં સડકો હજુ એમ જ ભીની હતી. ચારે તરફ ભીનાસના લીધે એક અલગ જ વાસ ફેલાયેલી હતી. કાર પેટ્રોલ પંપ પહેલા જ સૂરમંદિર સિનેમા આગળ અટકી ગઈ. ફયુલ કાંટો શૂન્ય પર ચોટી ગયો. હું કારમાંથી બહાર આવ્યો. પેટ્રોલ પંપ સામે જ દેખાતો હતો. બસ વચ્ચે એક બે ફેક્ટરીઓ હતી. મારી આંખો બળતી હતી. કદાચ પેટ્રોલ પંપની બાજુના કારખાનાના ધુમાડાને લીધે કે દિવસો સુધી બેભાન અને તણાવમાં રહેવાને લીધે મને એકદમ અલગ મહેસુસ થતું હતું. જો મેં સાઈડ ગ્લાસમાં નજર કરી હોત અને મારી બ્લડ શોટ આંખોને જોઈ હોત તો હું