સ્વસ્તિક (પ્રકરણ 41)

(167)
  • 4.9k
  • 8
  • 1.8k

બીજા દિવસની ભયાવહ રાત..... લેખાની આંખો સામે બંને દ્રશ્યો તરી રહ્યા હતા. પહેલું મદારી કબીલો નાશ થયો એ અને બીજું સત્યજીતનું ધીમું મૃત્યુ. એ એના સત્યજીત તરફ ધીમે ધીમે કોઈ હિંસક જાનવર જેમ લપાઈને આગળ વધતા મોતને જોઈ ચુકી હતી અને હવે એનું શબ પણ એ અગ્નિસંસ્કાર માટે મેળવી શકે એમ ન હતી. રાજકુમાર સુબાહુ, સુનયના, જીદગાશા અને બીજા સાથીઓ ભેડાઘાટ પર ફના થઇ ગયા હતા. એના પિતા અને મદદે આવનારા અન્ય યુવાન મદારીઓ કા’તો માર્યા ગયા હતા અથવા તો કેદ પકડાયા હતા. જનરલ વેલેરીયસ શિકારી હતો - ખંધો શિકારી. એ રાજ રમત રમ્યો હતો. જે ચાલ રાજકુમાર સુબાહુ અને