બીજી બાજુ સુનયના લેખા અને એના પરિવાર પાસે પહોચી. એમના નજીક પહોચતા જ સુનયનાએ તલવારો ફરીથી કમરમાં ભરાવી નાખી અને ઘોડા પર રહીને જ હેલડી ફેંકીને લેખા અને એના પરિવારને બાંધેલા દોરડા કાપી નાખ્યા. મુક્ત થતા જ લેખા સત્યજીત તરફ દોડવા લાગી. એનું મન બીજું કઈ વિચારી શકે એમ ન હતું. સત્યજીત જે તરફ પડ્યો હતો એ તરફ દોડતી લેખાને કોઈ દુશ્મન કઈ તરફ છે એનું પણ ભાન ન રહ્યું. એને કવર આપવા માટે સુનયનાએ આઠ દસ હેલડીઓ અને ત્રણ સુવૈયા વાપરવી પડી. જોકે એ બધાથી અજાણ લેખાના પગ તો જયારે એ સત્યજીત પાસે પહોચી ત્યારે જ અટક્યા. એ એની