સ્વસ્તિક (પ્રકરણ 34)

(160)
  • 4.1k
  • 6
  • 1.9k

લગભગ મધરાતનો સમય હતો. હું એક અજાણી જગ્યાએ ઉભો હોઉં એમ મને લાગ્યું પણ હું ત્યાં ન હતો. મને ખબર હતી માત્ર એ આભાસ હતો હું ત્યાં ન હતો. હું ત્યાં કઈ રીતે હોઈ શકું એ સમય બહુ જુનો હતો. હું મારા બેડરૂમમાં બેહોસીની હાલતમાં હતો પણ મને મણીની શક્તિઓ એ બધું બતાવવા લાગી. ચારે તરફ છુટા છવાયા ઝૂપડા દેખાતા હતા અને એમાંના કેટલાક ભડકે બળી રહ્યા હતા. કેટલાક શું મોટા ભાગના ભડકે બળતા હતા. એ મદારી કબીલાના ઝુપડા હતા. સત્યજીત, સુરદુલ અને અશ્વાર્થના ઝુપડા હતા. મધરાત હોવા છતાય જરાય અંધકાર ન હતો. આગની જવાળાઓ જાણે છેક આકાશને આંબી જવા