સ્વસ્તિક (પ્રકરણ 32)

(163)
  • 3.5k
  • 6
  • 1.7k

“પિતાજી...” સત્યજીતે ઘોડા પર બેઠા બેઠા જ કહ્યું, “દગો થયો છે જંગલમાં અરણ્ય સેનાના સિપાહીઓ ફરી રહ્યા છે..” સુરદુલ એક પળ માટે તો પોતાના કાન પર વિશ્વાસ ન કરી શકયો પણ સત્યજીતે ત્યાં જે બન્યું એ કહી સંભળાવ્યું ત્યારે એ પથ્થર બની ગયો. “પિતાજી..” સત્યજીતે સુરદુલના ખભા પકડી એને હચમચાવી નાખ્યો, “આમ બુત બની જવાથી કઈ નહિ વળે..” “શું કરીએ?” “આપ સવારી પાછી વાળી ભઠ્ઠી પર લઈ જાઓ. બીજી સવારી નીકળવાને હજુ વાર છે. હથિયારોને પાછા નાગ પહાડીમાં છુપાવી નાખો અને કોઈ પીછો ન કરે એનું ધ્યાન રાખો..” “અને તું..?” “હું નાગદેવતાના મંદિરે ગયેલા સિપાહીઓને બચાવવા જાઉં છું.. એ હથિયાર