બિંદુને પણ એ જ અંધકાર નડતો હતો. અંધકારને લીધે એને દિશા સુજતી નહોતી. પોતે યાદ રાખવાનો ઘણો પ્રયાસ કર્યો હતો છતાં નાગપુર કઈ દિશામાં હતું એ અંદાજ આવી શકે એમ ન હતો. એ જાણતી હતી કેપ્ચર મીન્સ ડેથ. પકડાઈ જશે તો મોત નિશ્ચિત છે કેમકે ગોરાઓ ક્યારેય જાસુસને બક્ષતા નથી. જોકે પછી એ જ અંધકાર એના માટે વરદાન પણ બન્યો. અંધકારમાં ઓગળી ગયેલી બિંદુ કઈ તરફ ઉતરી હશે એ અંદાજ આવી શકે એમ ન હતો. બિંદુ રાજમાતાની ખાસ દાસીની પુત્રી હતી. એના માટે રાજમાતા એના માતા પિતા બધા કરતા મહત્વના હતા. પોતે જાણી લીધેલા ષડ્યંત્રનું રહસ્ય રાજમાતા સુધી પહોચાડ્યા પહેલા