સ્વસ્તિક (પ્રકરણ 26)

(161)
  • 3.6k
  • 6
  • 1.7k

જાગીરદાર જોગસિહે પોતાના ખજાનામાં એટલું ધન ભેગું કરેલું હતું કે એ એની સાત પેઢીઓ સુધી ખૂટે એમ ન હતું છતાં એની લાલચ ઓછી થઇ નહોતી. દુનિયામાં કદાચ બે ચીજો એવી છે જેનાથી માનવ મન ક્યારેય ધરાતું નથી - એક ધન અને બીજી સત્તા. ધન અને સત્તા માટે આજ સુધીનો લોહીયાળ ઈતિહાસ લખાયો છે. એ બાબત જોગસિંહ જાણતો હતો છતાં પોતાની એ લાલચ રોકી શકવામાં નિષ્ફળ રહ્યો હતો અને એની બગી રાતના અંધકારમાં મંદિર પરની ગુપ્ત ચર્ચામાં ભાગ લેવા એને લઇ જવા દોડી રહી હતી. નવરાત્રીનો ઉત્સવ મનાવી લોકો થાકીને પોતાના ઘરે ગયા. જયારે આખું નાગપુર ઘસઘસાટ ઊંઘતું હતું એ મધરાતે