સત્યજીત અને જીદગાશાના ઘોડા જયારે મહેલના પ્રેમીસમાં દાખલ થયા જશવંત અને બીજા સિપાહીઓ બેબાકળા બની એમની રાહ જોતા હતા. “જશવંત...” સુબાહુએ ઘોડા પરથી ઉતરી લગામ જસવંતના હાથમાં આપી, “આ માર્કા વગરના ઘોડા કોના છે અને ક્યા વેપારી પાસેથી ખરીદાયેલા છે એની તપાસ ચલાવવાની છે..” “આપ ગયા પવન પર અને પાછા આવ્યા અજાણ્યા ઘોડા પર..?” જશવંતે સુબાહુએ કહેલા સ્ટેટમેન્ટને ધ્યાનમાં ન લેવા માંગતો હોય એમ બીજો જ મુદ્દો આગળ ધરી દીધો. જશવંત પોણા છ ફૂટનો જાડી મૂછોવાળો માણસ હતો. તેના ગોળ ચહેરામાં કુદરતે ગોઠવેલી આંખોની ચમક જોઇને જ ખ્યાલ આવે કે તે ઘોડાનો જાણકાર હતો. અલબત્ત ગમે તેવા ઘોડાને કે ઘોડીને