સ્વસ્તિક (પ્રકરણ 19)

(163)
  • 5.1k
  • 4
  • 2k

સુરદુલે ટેબલ પર એક હીરો મુક્યો, સોપારીના કદના એ હીરાનુ તેજ માશાલોના અજવાળાને પણ ફિક્કું બનાવતું હતું. ઓબેરીએ પોતે જીતેલા સોના, હીરા, અને કેટલીક અન્ય કિમતી પત્થરોનો ઢગલો કર્યો. એ ગોરો મોટા હીરાની કિંમત અચ્છી તરહ જાણતો હતો. તેણે પણ તેની પૂળા જેવી મૂછો ઉપર હાથ ફેરવ્યો. હિન્દુસ્તાનના લોકોને જોઇને તે મૂછોને તાવ દેતા શીખ્યો હતો. તેના મનમાં એવી ગ્રંથી બંધાઈ હતી કે કામ ગમે તે કરો મૂછો એ પુરુષાતનનું પ્રતિક છે. કર્ણિકાએ હાથમાં પાસા રોલ કર્યા પણ એ પાસા ફેકે એ પહેલા જ સત્યજીતે એનો હાથ કાંડામાંથી પકડી લીધો. કર્ણિકા અને ગોરો બંને ચમકી ગયા. “શું થયું સ્વામી?” કર્ણિકાએ