સ્વસ્તિક (પ્રકરણ 17)

(166)
  • 5k
  • 6
  • 2.2k

સુરદુલ અને સત્યજીતે રાજ પરિવારે મોકલાવેલા મોઘા મખમલી વેપારી જેવા કપડા પહેર્યા હતા. સુરદુલ લાલ મખમલ અને સત્યજીત ઘેરા આસમાની કલરના મખમલમાં શોભતા હતા. એમની બગી કોઈ શાહ સોદાગર જેવી શણગારવામાં આવી હતી. સત્યજીતે વેપારીના કપડામાં પણ એવી સિલાઈ પસંદ કરી હતી જેથી એની વિશાળ ભુજાઓ ખુલ્લી દેખાઈ શકે. એ કર્ણિકાને મોહાંધ કરવા માટે હતી. જોકે એ પોતાની જમણી ભુજા પરના ચિલમ પિતા શિવના છુંદણા પર મખમલી રૂમાલ બાંધવાનું ભૂલ્યો ન હતો. કદાચ એ શિવને એ પાપી દુનિયા બતાવવા માંગતો ન હતો કે પછી એ એની ઓળખ છુપાવવા માટે હતું. ગોરાઓ જેવા જ ભપકાવાળી કોચને માર્કા વગરના ઘોડા કર્ણિકાની પાપી