સ્વસ્તિક (પ્રકરણ 13)

(160)
  • 4.3k
  • 2
  • 2k

મણીયજ્ઞ કથાનક હું અને કપિલ મમ્મીએ કહ્યા મુજબ નાગમણી યજ્ઞમા જોડાયા. કપિલે બંને હાથની હથેળીઓ ભેગી કરી એકબીજી સાથે ઘસી અને જયારે એની હથેળીઓ એકબીજાથી દુર થઇ એના જમણા હાથની હથેળીમાં એક ચમકતો પદાર્થ દેખાયો. એ સોપારી જેવા કદ અને આકારનો પથ્થર મારા માટે અપરિચિત ન હતો. એમાંથી સૂર્યના તેજ જેવો ઉજાસ ફેલાવા લાગ્યો. એ કપિલનું નાગમણી હતું. મેં એ પહેલા પણ જોયું હતું. એને અડકીને જ મેં મારી અનન્યા તરીકેની યાદો મેળવી હતી. મેં વરુણ માટેની અનન્યાની અનંત આશક્તિ અનભવી હતી, વરુણનો પ્રેમ અને બાલુની દોસ્તી નિહાળી હતી. અનન્યાના અધૂરા અરમાનો અને અનન્યાથી એકલા પડ્યા પછી વરુણના દર્દને