સ્વસ્તિક (પ્રકરણ 8)

(185)
  • 3.8k
  • 4
  • 1.8k

નયના કથાનક ડોરબેલના આવજે મને વિચારોમાંથી બહાર લાવી. કપિલ અને શ્લોક આવી ગયા હશે. મારા મને મને કહ્યું. કદાચ સોમર અંકલ હશે. જે હશે એ પણ વિવેકના કઈક સમાચાર તો મળ્યા જ હશે. હું ઉતાવળે ઉભી થઇ. એક નજર મમ્મી અને સેજલ તરફ કરી. સેજલ અને મમ્મીની આંખોમાં પણ મને મારા જેવી જ અધીરાઈ દેખાઈ. હું દરવાજા તરફ ઉતાવળે પગલે ગઈ. હું દરવાજે પહોંચુ એ પહેલા ફરી એકવાર ડોરબેલ વાગી. હું રીતસર દોડતી હોઉં એમ દરવાજા તરફ ધસી. દરવાજા સુધી પહોચી મેં દરવાજાની સેફટી ચેઈન હટાવી ત્યાં સુધીમાં મારા મનમાંથી અનેક વિચારો આવી ને જતા રહ્યા. મેં દરવાજો ખોલ્યો.