દ્રૌપદી ધ્રુજતી ઉભી હતી. દુશાસનનો હાથ આગળ વધ્યો અને એની સાડીના છેડા તરફ લંબાયો. આખી સભામાં કોઈ એક એવો મરદ માણસ ન હતો જે કહે, દુશાસન રોકાઈ જા. ભાભી મા સમાન હોય એનું આવું અપમાન ના કરાય! દ્રૌપદીએ એના મહારથી એવા પાંચ પાંચ પતિઓ તરફ આગ ઝરતી નજરે જોયું હતું. એ બધાં એમનું માથું નીચે ઝુકાવી ગુલામ બની બેઠા હતા. એકવાર એને થયું કે એ પાંચેયને કંઈક કહી દે, એમની હારની સજા પોતાને શા માટે ભોગવવાની? પણ, એ કાંઈ ના બોલી. કોને કહેવું? જો એ લોકોને એટલી ચિંતા હોત તો પોતાની પત્નીને દાવ પર લગાડતા પહેલા જ ના વિચારત! દુશાસનનો