નિયતિ - ૩૮

(174)
  • 5.6k
  • 9
  • 2.1k

રાતના હવે મુરલી પાસે તો આવતો હતો એને વહાલથી માથામાં હાથ ફેરવી સુવડાવી પણ દેતો, ત્યારે ક્રિષ્નાની આંખોમાં આંસુ આવી જતા. એને ખબર હતી કે મુરલી જાણીને એની સાથે શારીરિક સંબંધ નથી બાંધતો. જુવાન જોધ માણસ પત્નીને એના પડખામાં દબાવીને સૂતો હોય ત્યારે એના અંતરમાં કેવા કેવા અરમાન જાગતા હશે? મારો મુરલી બિચારો એક હરફ સુદ્ધાં ઉચ્ચારતો નથી! ક્રિષ્નાને થતું કે એ મુરલીને કોઈ જાતનું સુખ આપી શકતી નથી. જેને પ્રેમ કર્યો એને ગળે હવે એ જળોની જેમ વળગી હોય એવું એ મનોમન માનતી થઈ હતી. મુરલી ના એને છોડી શકે છે ના એનાથી છૂટી શકે છે!ક્રિષ્નાને હવે વારંવાર એમ