નિયતિ - ૩૭

(103)
  • 4.2k
  • 2
  • 1.9k

“ભગવાનની દયાથી બધું સારું છે. ચાલો, તમે લોકો ઘેર જઈ આવો. આખી રાતનો ઉજાગરો છે બધાને. વાસુદેવ તું પણ ચાલ મારી સાથે કલાકમાં પાછા આવી જઈશું. પછી જશોદાને મોકલીશું.” હિંમતભાઈ બોલ્યા.“હું નીકળું અંકલ. મારે અમદાવાદ પહોંચવું પડશે. કંઈ જરૂર હોય તો બસ એક ફોન કરી દેજો.” પાર્થે વાસુદેવભાઇ પાસે જઈને કહ્યું.“અરે બેટા! થાક્યો હોઈશ તું. હજી તે ક્રિષ્ના સાથે સરખી વાત પણ ક્યાં કરી છે. સાંજે જજે.” જશોદાબેન વચ્ચે બોલ્યા.“ક્રિષ્નાની હાલત જોવા જ આટલે સુંધી લાંબો થયો હતો. હવે, રજા લઈશ. ઘરે મમ્મી રાહ જોતી હશે.” પાર્થે સહેજ હસીને જવાબ આપ્યો.“બરોબર છે. સારું કર્યું તમે આવી ગયા. અત્યારે સવારે ટ્રાફિક