ધ રીંગ - 20

(353)
  • 6k
  • 7
  • 4.6k

અપૂર્વ નાં પ્રેમમાં આંધળી બનેલી રીના પોતાનાં પતિ અમનની હત્યા બાદ પણ અપૂર્વની સાથે લગ્નનું નક્કી કરી દે છે. આલિયા ગોપાલને પોતાની સાથે જોડાયેલું બધું સત્ય જણાવી દે છે. મુંબઈ છોડવાની તૈયારી કરી રહેલાં હનીફને ગોપાલ પકડી પાડે છે.. હનીફ સીધી રીતે સત્ય કબુલતો ન હોવાથી ગોપાલ એની રિમાન્ડ લેવાનું પોતાનાં સાથીદારો ને જણાવે છે. રાતનાં લગભગ સાડા અગિયાર વાગે ગોપાલ અને આલિયા ગોપાલનાં ઘરે પહોંચ્યા.. ઘરે પહોંચવામાં મોડું થઈ જશે એમ વિચારી એ લોકોએ રસ્તામાં જ એક રેસ્ટોરેન્ટમાં જમવાનું પતાવી લીધું હતું. ઘરે પહોંચતાં જ આલિયા એ ગોપાલનો આભાર માનતાં કહ્યું.