કઠપૂતલી - 11

(127)
  • 4.9k
  • 8
  • 3.7k

સમિરના મગજમાં ઝબકારો થતાં જ એ ચોકી ઉઠ્યો હતો.એને જે વિચાર મનમાં ઉદભવ્યો હતો.એનો સીધો જ ઈશારો એક નવા મર્ડર તરફ હતો.એને આખાય ખંડને બારીકાઈથી નિરખ્યો.Cctv કૂટેજ જોયા ત્યારે કેમેરાનુ એને ભાન થયેલુ.એક ભૂલ તો એનાથી પણ થઈ ગઈ હતી..આવતાંવેત મીરાંને ગળે લગાવવાની ભૂલ..કેમકે આખોય કમરો કેમેરાની નજરકેદમાં હતો.પર્સનલ બેડરૂમમાં કેમેરો જોઈ સમિરને કરણદાસનુ બિહેવિયર અરુચિકર લાગ્યુ.પોતાનો મીરાં સાથેનો ભૂતકાળ કોઈની નજર સામે ઉજાગર થાય તો પોતે ગુનેગારની બની જવાનો એ નક્કી હતુ.જેમ જેમ વિચારતો ગયો એને પરિસ્થતિની ગંભીરતા સમજાતી ગઈ.મીરાંને જોયા પછી પોતે કેટલી હદે ભાન ભૂલેલો એનો એને અહેસાસ થયો.મીરાંની ગેરહાજરીમાં મર્ડર થયુ. અને પોલિસે લાશ કબજે કરી