લાઇમ લાઇટ - ૩૨

(209)
  • 5.6k
  • 11
  • 3.3k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૨રસીલીના ઘરેથી નીકળ્યા પછી કામિનીએ નક્કી જ રાખ્યું હતું કે પોતાના ઘરે જવાને બદલે ફાઇનાન્સર રાજીવ ગોયલના ઘરે જશે. તેણે પોતાના પહોંચવાની જાણ કરતો મેસેજ અગાઉથી જ રાજીવને કરી દીધો હતો. ઘણા દિવસોથી રાજીવ સાથે રૂબરૂ મુલાકાત થઇ શકી ન હતી. કામિની રસીલીના ફ્લેટના વિસ્તારમાં પહેલી વખત આવી હતી. ત્યાંથી રાજીવના ઘરનો રસ્તો તેને ખ્યાલ આવે એવો ન હતો. એટલે કારમાં બેસી રાજીવના ઘરનું લોકેશન મૂકી તેની બિલ્ડિંગ પાસે પહોંચી ગઇ. રાજીવનું રહેવાનું આ સાચું ઘર ન હતું. તેણે રોકાણ માટે લઇ રાખેલો ફ્લેટ હતો. જે ખાલી જ રહેતો હતો. રાજીવે કામિની સાથે મુલાકાત કરવા આ ફ્લેટનો