માથાભારે નાથો - 11

(69)
  • 6.2k
  • 4
  • 2.2k

માથાભારે નાથો [11] રાઘવ દારુણ ગરીબીમાં જન્મ્યો હતો. ખૂબ જ ઓછી જમીનમાં રાઘવનો બાપ માંડ માંડ બે છેડા ભેગા કરીને રાઘવ ઉપરાંત બીજા બે ભાઈ બહેન સહિત ત્રણ છોકરા અને બે પોતે એમ કુલ પાંચ જણનું ગુજરાન ચલાવતો હતો. ચીંથરેહાલ દશામાં જીવાતું જીવન રાઘવને સમજણો થયા પછી માફક આવ્યું નહોતું. બીજા બાળકોના કપડાં અને બુટ ચપ્પલ જોઈને પોતાના ઉઘાડા પગમાં એને કાળી બળતરા થતી.ગામડાની પ્રાથમિક શાળામાં એ ભણવા જતો ત્યારે રાસાયણિક ખાતરની પ્લાસ્ટિકની ખાલી કોથળીમાંથી એના માટે સ્કૂલબેગ એની માંએ બનાવડાવી આપેલી, એ ખભે ભરાવીને એ જતો. એના પ્લાસ્ટિકના નાકા એના ખભામાં ખૂબ વાગતાં, પણ એ ક્યારેય ફરિયાદ કરતો નહીં.