મન મોહના - ૧૨

(154)
  • 3.9k
  • 4
  • 2k

સાંજે જ્યારે સાજીદ ફૂલોથી રૂમ સજાવવાને બહાને મોહનાના કમરામાં ઘૂસેલો ત્યારે બહાર બગીચામાં પડતી બારીની સ્ટોપર ખોલી નાખેલી અને ત્યાં બહાર એક સીડી પણ મુકાઈ ગયેલી... જેની કોઈને ખબર ન હતી.એ રાત્રે મોહના દુલ્હનના લિબાસમાં ફૂલો ભર્યા પલંગ પર બેસીને જ્યારે અમરની રાહ જોઈ રહી હતી ત્યારે એ રુમની બારી બહાર સીડી પર ચઢેલો સાજીદ પણ અમરની રાહ જોઈ રહ્યો હતો. એણે વિચારેલું કે એ પહેલાં તો આ લોકોની સુહાગરાતની સીડી બનાવી મોહનાને બ્લેક મેઇલ કરશે અને એની પાસેથી જ એ ફાઈલ મંગાવશે. જો મોહના ના માને તો એને ઉઠાવી જઈ અમરને મજબૂર કરશે એ ફાઈલ સોંપી દેવા. આટલી સુંદર