"પાપા.... "તેની બૂમના પ્રત્યાઘાત રૂપે એ વિશાળ શીપની ભવ્ય રૂમનો દરવાજો ફડાક્ કરતો ખૂલી ગયો. તેણે જે જોયું, એનાથી તે હતપ્રભ થઇ ગઇ. તેણે જોયું કે તેના પાપાના લમણે ગન લાગેલી હતી, જે પાછી ખેંચાઇ ગઇ હતી ... પાપા ના ચહેરા પર અજીબ સ્વસ્થતા હતી. રૂમમાં કમ સે કમ પચ્ચીસ ત્રીસ માણસો હોવા જોઇએ... બધાજ કાળા કપડામાં સજ્જ... બસ એક ને છોડીને... તે એક વ્હાઇટ એન્ડ વ્હાઇટ માં હતો... ઈવન તેના શૂઝ પણ વ્હાઇટ હતા અને હાથમાં પહેરેલી ઘડિયાળ નો બેલ્ટ પણ વ્હાઇટ!... એ મિ. વ્હાઈટ નો એક પગ ખુરશી પર ટેકવેલો હતો અને તાલબધ્ધ એ પગનો પંજો ઉંચોનીચો થઇ