સ્વસ્તિક (પ્રકરણ 2)

(209)
  • 5.3k
  • 9
  • 3.1k

વિવેક કથાનક નવ નાગની લડાઈની રખડપટ્ટીને લીધે મારી ત્વચા જરા શ્યામ પડી હતી. પણ હમણાં બે વર્ષથી આરામને લીધે મારી ચામડી પાછી ચમકવા લાગી હતી. અલબત્ત મારું શરીર અને ચહેરો પણ ઠીક ઠીક બદલાયા હતા. હવે મને કોઈ કીડ કે બાળક કહી શકે તેમ નહોતું. મારે દાઢી અને મૂછોના વાળ આવ્યા હતા અને ખાસ્સી ગ્રોથ પણ થઇ હતી. કોમળ ચહેરો બદલાઈને યુવાન થયો. શરીર પણ વધારે મજબુત થયું અને કસાયું હતું. આજે સવારથી જ હું એ શોની રાહ જોતો હતો. કાંડા ઘડિયાળ જોઈ જોઇને મારી આંખો થાકી ગઈ હતી પણ મારું મન નહિ. ક્યારે સાંજના સાત વાગે અને ક્યારે