ઢળતી ઉંમરે સંસાર ના દરેક પ્રકાર ના ચડાવ ઉતાર જોઈ ચૂકેલા જગમોહનજી, હાથ માં કંકોત્રી લઈ ને બેઠા છે. અને એ કંકોતરી વાંચતા વાંચતા આંખોમાંથી આંસુ છલકાઈ ને કંકોત્રી ના કાગળ પર પડી રહ્યા છે. ધીરે ધીરે એમની નજર સામે ભૂતકાળ સફાળો જાગી તરવા લાગે છે. સિત્તેરી વટાવી ચૂકેલા જગમોહનજી ને પરિવાર માં બે દીકરા અને બે દીકરીઓ, એ જમાના માં પોતાની ગંભીર બીમારી ના કારણે પંદર વર્ષ ની વયની દીકરી આશા ના હાથ પીળા કરાવી નાખ્યા હતા. બીમારી માંથી બહાર આવ્યા બાદ જીવન નૈયા ને કુશળ કપ્તાન ની જેમ હંકારતા ગયા અને દીકરા સુનિલ અને