વન્સ અપોન અ ટાઈમ - 53

(122)
  • 8.2k
  • 4
  • 5.7k

‘તુમ તો મેરે છોટે ભાઈ હો,’ પુણેની યરવડા જેલમાં એક રીઢો ગુંડો અંડરવર્લ્ડના બે નવા નિશાળિયાઓને કહી રહ્યો હતો, ‘યહાં સે નિકલને કે બાદ મૈ તુમ દોનો કી લાઈફ બના દૂંગા.’ ‘ભાઈ આપ કો કોર્ટ મેં કલ જમાનત મિલ જાયેગી ક્યા?’ નવા નિશાળિયા ગુંડાઓમાંથી એકે ચિંતિત અવાજે પૂછ્યું. ‘જમાનત મિલે યા ન મિલે અપન કો ક્યા ફરક પડતા હૈ?‘ રીઢા ગુંડાએ હસતાં હસતાં કહ્યું, પણ એવું બોલતી વખતે એને બીજા દિવસે શું બની શકે એની કલ્પના નહોતી.