અમે બેંકવાળા - 9 - દારૂડિયો

  • 3.9k
  • 2
  • 1.7k

9. દારૂડિયો હજુ થોડાં વર્ષો પહેલાં ઘણાખરા લોકોને માટે બેંક એટલે પૈસા મુકો અને ઉપાડો એ જગ્યા એટલો જ ખ્યાલ હતો. એટીએમ 2005 પછી જ બ્યાપક બન્યાં. અને એમની સમજ મુજબ ઓફિસરનું કામ એટલે એ વખત મુજબ ઊંચી, આજના કોઈ સર્વર જેવી દેખાતી કેબિનેટમાં સ્લાઈડ થતી ટ્રે બહાર કાઢી સહી જોઈ પાસ કરવાનું. મેં બેંકની ડીગ્રી CAIIB શરૂ કરી ત્યારે પાઠ્યપુસ્તકનું પહેલું જ વાક્ય બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ આવતું.. prime function of a bank is accepting deposit for the purpose of lending. એ સિવાય બેંકનાં અનેક મુખ્ય અને આનુષંગિક કાર્યો હોય છે. એમાં નવાં ઉમેરાતાં જાય અને જુનાં ઇતિહાસની વાત બનતાં