લેખક:- મનીષ ચુડાસમા સુરજ સવારમાં ઊઠીને હજી શ્વેતાને જ ફોન કરવા માટે મોબાઇલ હાથમાં લે છે ત્યાં જ શ્વેતાનો મેસેજ આવેલો હોય છે, મેસેજ વાંચતાજ સુરજ ચોકી જાય છે, મેસેજમાં શ્વેતાએ લખ્યુ હોય છે કે સુરજ હું હમેશા માટે આ દુનિયા છોડીને જાઉ છુ, હું તારી ગુનેગાર છુ, હું માફીને લાયક પણ નથી કે હું તારી માફી માગી શકુ મે તારા પ્રેમને ઠુકરાઈને તને ખુબ જ તકલીફ આપી છે, હું તારા પ્રેમને ના સમજી શકી બાય શ્વેતા. મેસેજ વાંચતાજ શુ કરવું તેની કઈ ખબર નથી પડતી, સુરજ શ્વેતાને ૪ થી ૫ વાર ફોન કરે છે પણ શ્વેતા ફોન ઊપાડતી નથી,