મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 1

(89)
  • 8k
  • 4
  • 4.8k

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-1(માથા વગરની ઢીંગલીઓ)** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** વાતાવરણ શાંત હતું. ખુશનુમા હવા વહી રહી હતી. આજે થયું, લે ને થોડો ચાલતો આવું. ચાલીને નીકળ્‍યો. શેરીમાંથી મુખ્‍ય રસ્‍તે પહોંચ્‍યો. ત્‍યાં આવક-જાવક ઘણી હતી. જે વાતાવરણમાંથી હું નીકળ્‍યો હતો, તે અહીં તો જાણે બદલાઈ જ ગયું! સામે જોઈને ચાલતો હતો, ત્‍યાં કાને અવાજ પડયો, ‘‘રામોલિયાસાહેબ...! મેં પાછા વળી જોયું. એક રમકડાંની દુકાનમાંથી યુવાનીના કાંઠે પહોંચેલો એક છોકરો હાથ ઊંચો કરીને મને બોલાવતો હતો. હું ત્‍યાં ગયો. તે બોલ્‍યો,