માથાભારે નાથો - 9

(73)
  • 5.7k
  • 9
  • 2.3k

"ના, નાથા ના..હું કાંતાભાભીના ઘેર કોઈ કાળે જમવા આવીશ નહીં. અને તને પણ જવા નહીં દઉં. આ, તેં જે જાળમાં કાંતાને ફસાવી એ બ્લેકમેઇલિંગ કહેવાય એનું તને ભાન છે ? અને તું હાળા પચાસ રૂપિયા એની પાસેથી લઈ આવ્યો ? નાથા...નાથા...તારે છે કેટલા માથા..! ડફોળ કોઈની મજબૂરીનો લાભ લેવાય ? આવા છે તારા સંસ્કાર ? ઇ ભલે એના કોઈ યાર સાથે રંગરેલીયા મનાવે, આપણને કોઈ અધિકાર નથી કોઈની અંગત જિંદગીમાં માથું મરવાનો સમજ્યો ? જો મને દોસ્ત માનતો હોય તો જા..અત્યારે જ ના પાડી આવ...અને ખબરદાર કોઈ દિવસ આવું વિચાર્યું છે તો ! તું સાલ્લા એ તો વિચાર કે