રોજ તો વહેલી ઉઠી જતી વિશાખા આજે સાત વાગ્યા છતાં સુતી હતી. વિરાટ ઉઠીને કોફી બનાવી ને લઈ આવે છે.અને આવીને તેના ગાલ પર પ્રેમથી ચુંબન કરીને કહે છે, ઉઠો વિશાખા રાણી તમારી કોફી તૈયાર છે... વિશાખા ઉઠીને જુએ છે અને કહે છે વિરાટ સાત વાગી ગયા. મને આટલું મોડું થઈ ગયું. વિરાટ : રિલેક્સ ડિયર, હવે આપણા આ ઘરમાં આપણે બે જ છીએ. કંઈ વાધો નહી. શાતિથી કરીએ છીએ કામ. વિરાટ અને વિશાખા બે દિવસ હોટેલમાં રહીને પછી એક રૂમ રાખે છે રહેવા માટે. જે એક બેડરૂમ હોલ કિચનનું ઘર હતું પણ એ પ્રેમનિવેશ બંગલાની સરખામણીમાં તો એક નાનકડી