સપના અળવીતરાં - ૪૦

(52)
  • 3k
  • 6
  • 1.3k

સ્યુસાઇડ નોટ!!! આંચકો શમે અને આખી નોટ વંચાય એ પહેલાં તો પેલા પારસી વડિલે આદિના હાથમાંથી એ કાગળ ઝૂંટવી લીધો અને ઇમરાન ને ઠપકો આપ્યો."આંય સું કરે છ, બાવા? આમ કોઇ પણ ને આવી વસ્ટુ અપાય કે? ટને ખબર નઠી! પોલીસ કેસ થટા વાર નઠી લાગવાની... યુ નો, અટેમ્પ્ટ ટુ સ્યુસાઇડ ઇઝ અ ક્રાઇમ... ""યસ અંકલ, આઇ નો. બટ આ લોકો અજાણ્યા નથી. મીટ મિ. કેયૂર ખન્ના. અમારી કંપની એમના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. "બાટલીવાલા એ નાકની દાંડી પર ચશ્મા સરખા ગોઠવી, આંખ સ્હેજ ઝીણી કરી કેયૂર ને પગથી માથા સુધી નીરખ્યો. એ આગળ કંઇ બોલે એ પહેલાં આદિત્ય