‘મુંબઈમાં સિરિઅલ બોમ્બ બ્લાસ્ટને કારણે મુંબઈ પોલીસે દાઉદ ગેંગ પર ભીંસ વધારી દીધી. એટલે મુંબઈમાં દાઉદની પ્રવૃત્તિઓને બ્રેક વાગી હતી.’ પપ્પુ ટકલાએ ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ ખેંચતા કહ્યું, ‘પણ દાઉદ ગેંગ ઠંડી પડી એટલે અમર નાઈક અને અરુણ ગવળીનું જોર વધ્યું હતું. અને વર્ચસ્વ જમાવવા માટે એ બંને ગેંગ વચ્ચે જામી પડી હતી. અમર નાઈક વિદેશ જતો રહ્યો હતો અને અરુણ ગવળી જેલમાં ધકેલાઈ ગયો હતો, પણ અમર નાઈકની ગેરહાજરીમાં એનો ભાઈ અશ્વિન નાઈક તૈયાર થઇ ગયો હતો.