પ્રકરણ : 11 પ્રેમ અંગાર આમને આમ સમય વિતતો ગયો. વિશ્વાસ એનાં કોલેજનાં અભ્યાસમાં ખૂબ સારી રીતે આગળ વધતો ગયો એની જોબમાં ખૂબ ખંતથી કામ કરી રહ્યો હતો. મી. વસાવા અને પ્રોજેક્ટ હેડમી. જાડેજાનું પણ કામથી દીલજીતી લીધા હતા તેઓ પણ ખૂબ ખુશ હતા ખૂબ હોંશિયાર અને ખંતિલો જુવાન મળી ગયો હતો. વિશ્વાસ એનાં પ્રોજેક્ટ હેડ સાથે સોફ્ટવેર અને એને અપગ્રેડેશન માટે ચર્ચાઓ કરતો અને માન જાળવવા સાથે સજેશન આપવા પ્રયત્ન કરતો. એણે એક સોફ્ટવેર જે બાયનોક્યુલર સાથે રહી કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને એવું ડીવાઈસ માટે ચર્ચા કરી મી. જાડેજા અને મી. વસાવા તો અચંબામાં જ પડી ગયા. મી.વસાવા