પહેલો પ્રેમ - ભાગ ૨

  • 2.1k
  • 2
  • 787

તે દિવસે રાત્રે હુ શાંતિથી સૂઈ પણ ના શક્યો. મારા વિચાર મારૂ મન માનવા તૈયાર જ નહોતા કે હુ અને અંજલી જુદા પડી ગયા છીએ. હુ વિચારવા લાગ્યો કે મારે શુ કરવુ જોઈએ.મને તેની બેનની વાત ખુબ ખટકી હતી જે અંજલીએ તેમણે જતા જતા કરેલી. તે ત્રણ બેનમાથી સૌથી મોટી બેને પ્રેમ લગ્ન કર્યા હતા તે પણ કોઇ લુખ્ખા અને આવારા છોકરા સાથે. જેના પૈસા કમાવાના પણ કોઇ ઠેકાણા નહોતા. તેનુ નામ યશ જોશી હતુ. તેના પિતાના પૈસાથી જલસા કરતો. તેના પિતા જીજ્ઞેશ જોશી કોર્પોરેટર હતા. તેને જ્યારે આ સંબંધ વિશે જાણ થઈ ત્યારે તેમણે તરત યશને ઠપકો આપ્યો.