શિવાલી ભાગ 25 - છેલ્લો ભાગ

(102)
  • 4.2k
  • 4
  • 1.9k

મહેલ ની બહાર ખુલ્લા મેદાનમાં બધા અઘોરી યજ્ઞ માટે ભેગા થઈ ગયા છે. પંડિતજી એ રાજકુમારીના શરીર ના અંતિમસંસ્કાર માટે બધી તૈયારી કરી દીધી હતી. ગુરુમાં પોતાના આસન પર બિરાજમાન થઈ ગયા હતા. ફકીરબાબા પણ પોતાની તૈયારીમાં હતાં. શિવ હવે મહેલની અંદર જવાનો સમય થઈ ગયો છે ચાલ, અઘોરીબાબા એ કહ્યું. ને ધ્યાન રાખજે તારે રાજકુમારી ની આત્મા થી બચવાનું છે. ને પહેલા શિવાલી પાસે જવાનું છે. ને પછી શિવાલી ને લઈ ને તારે એ રૂમમાં જવાનું છે જ્યાં રાજકુમારી ચન્દ્રપ્રભા નું શરીર છે. કેમકે શિવાલી ને એ રૂમ ક્યાં છે તે ખબર હશે. એટલે એ તને ત્યાં ઝડપ થી લઈ