મુહૂર્ત - (પ્રકરણ 24)

(179)
  • 4.4k
  • 8
  • 2.4k

અમે ભેડાઘાટની બાજુમાં વહેતી નાગમતિ નદીની પેલી તરફના છેડે પહોંચ્યા. અમારા અને ભેડાઘાટ વચ્ચે એક ઊંડી ખાઈ હતી. ત્રણસો ફૂટ ઊંડી ખાઈ જેના તળિયે નદી વહેતી હતી જેમાં શિવમંદિર પાસેથી વહેતા એ ઝરણાનું પાણી પણ ભળતું હતું. જ્યાં હું અને અનન્યા બેસીને કલાકો સુધી એ નિર્મળ જળને જોયા કરતા. અમારે એ ખાઈ કુદીને પેલી તરફ જવાનું હતું જ્યાં કોઈ દુશ્મન અમારી રાહ જોઈ રહ્યો હતો - એ દુશ્મન કોણ હતો એ પણ અમે જાણતા ન હતા. અમારી પાસે નંબર નાઈનને બચાવવા એ એક જ રસ્તો હતો. એ એક જ રસ્તો જેમાં સો ફૂટ જેટલી પહોળી એ ખાઈ કુદવામાં જો કોઈ