મુંબઈના કોમી રમખાણો અને સીરીઅલ બોમ્બ બ્લાસ્ટ્સને કારણે દાઉદ ગેંગને ઉપરાછાપરી ફટકા પડી રહ્યા હતા ત્યારે સાથે સાથે સર જે.જે. શૂટઆઉટ કેસમાં દાઉદ ગેગને મદદરૂપ બનનારા ભીવંડી મ્યુનિસિપલ પ્રેસીડેન્ટ જે. સૂર્યારાવ અને ઉલ્લાસનગરના વિધાનસભ્ય પપ્પુ કાલાણીની મુંબઈ પોલીસે ટાડા હેઠળ ધરપકડ કરી હતી. દાઉદે ઇબ્રાહિમે અરુણ ગવળી, મુંબઈ પોલીસ અને છોટા રાજન ગેંગ સામે એક નવો મોરચા સંભાળવાનો વારો આવ્યો હતો.