પ્રેમ સંબંધ

(26)
  • 1.7k
  • 2
  • 587

‘મેરે ઘર આઇ એક નન્હી પરી, એક નન્હી પરી....’એક મહિનાની નાનકડી નમ્રતાને પોતાના હાથમાં લઈ એના પિતા ગાતા હતા ને એની માતા એ જોઇને હરખાતી હતી. બંને ખુબ ખુશ હતા. સાચે જ પરી જેવી લાગતી હતી નમ્રતા. ગોળ ગૌરવર્ણુ મોં ને માસુમ સ્મિત. એના ખિલખિલાટ ભર્યા હાસ્યમાં એના માતા-પિતા જાણે ખોવાઈ જતાં. એના ગરીબ મા-બાપ માટે નમ્રતાનું સ્મિત જ એમનો ખજાનો હતો.નમ્રતા જ્યારે પાંચ વર્ષની થઈ ત્યારે એના પિતા પર એના શેઠે ચોરીનું ખોટું આળ ચડાવી એમને જેલ મોકલી દીધા. એમના શેઠની બુરી નજર નમ્રતાની માતા પર હતી. પતિ વિનાની અભણ સ્ત્રી પોતાને તાબે થઈ જશે એમ એમણે માનેલું પણ