મન મોહના - ૭

(168)
  • 4.6k
  • 7
  • 2.2k

મન, ભરત અને નિમેશ ત્રણેય આગળ જતા એન્જિનિયરિંગમા ગયેલા. એમનું નાનું ગામ છોડીને એમને મુંબઈ ભણવા જવું પડ્યું. ભરત છ મહિનામાં અને નિમેશ વરસ પૂરું કર્યા પછી કોલેજને બાય બાય કહી જતા રહેલા પણ મન ભણતો રહ્યો. મોહનાની યાદોમાંથી છૂટવા એણે હવે એનું ભૂરું ધ્યાન ભણવામાં જ લગાવેલું અને અહીં મનની જાણ બહાર જ એની જિંદગીમાં હવે ધીરે રહીને વસંત બેઠી હતી. નાનકડો, પાતળો મન હવે પૂરા છો ફૂટનો ગબરું જવાન બની ગયો હતો. સખત જડબાં અને દ્રઢ રીતે ભિડાયેલાં રહેતા હોઠ એનો દેખાવ આત્મવિશ્વાસથી ભર્યાં ભર્યાં જવાન જેવો બનાવતા હતાં. કોલેજની કેટલીએ છોકરીઓ સામેથી મન સાથે મનમેળ કરવા તૈયાર હતી...