પ્રિયતમ ની બાંહોમાંથી નીકળેલી સુંદરીના રતુંબળા ગાલ જેવો ભાનુ ગિરિમાળા વચ્ચે થી ડોકું કાઢી પોતાની હાજરી પુરાવતો ક્ષિતિજ પર લાલિમાં પાથરી રહ્યો હોઈ, નૃત્ય કરતી અપ્સરાઓની પાયલ ના ઝણકાર સમા કલરવ સાથે પક્ષીઓ પોતાના માળા છોડીને લાંબી સફરો ખેડવા આતુર બન્યા હોઈ, ચારે બાજુ કુમળાં બાળકો ના સ્મિત જેવાં પુસ્પો ખીલ્યાં હોઈ, તમરાં ના ટર... ટર... કરતા માથું પકવતા અવાજ નું સ્થાન કોયલ ના કુ..હૂ.....કુ..હૂ...વાળા કર્ણપ્રિય અવાજો લઈ રહ્યા હોઈ. આવીજ રોજ જેવી જ એક સવારે કજરી આયના સામે ઉભીને પોતાનો બે વાંભ લાંમ્બો ચોટલો બાંધતી હતી, ઘીના દિવામાંથી નીકળતી ધૂમ્રસેર જેવી પોતાની લટો ને કાન પાછળ ભરાવતી, પોતાના છલકતાં