અદ્રશ્ય - ૧

(108)
  • 4.6k
  • 16
  • 2.7k

રોશની અને તેની સાસુ હૉલમાં ચા પીતા હતાં. "મમ્મી, આજે પેલું સ્વપ્ન પાછું આવ્યું" રાહુલ રુમમાંથી આવ્યો. "તું અને તારું આ સપનું....હવે તો સપનામાં પણ રોશની જ દેખાવી જોઈએ..... ને તું બસ એક સપનાંની પાછળ લાગેલો છે." રાહુલની માતા એ હસીને કહ્યું. "શું આવ્યું સપનું...રાહુલ?" રોશનીએ પુછયું. "કંઈ નહીં જવા..દે, દિકરા....એ અને એના સપના...બહુ ભારી..ચાલ,આપણે આપનું કામ કરીએ." રાહુલની માતા એ કહ્યું. રોશનીનાં લગ્ન અઠવાડિયા પહેલાં જ થયાં હતાં. સીધી સાદી અને શાંત રોશનીએ ઘરમાં બધાંનુ મન જીતી લીધું હતું. રાત્રે બધાં સુઈ ગયા હતા. રોશનીએ ઊંઘમાં પડખું ફેરવું બાજુમાં તેનો હાથ પલંગ પર પડયો તેને તરત આંખ ખોલી. તેને