લાલ સનેડો...

(31)
  • 3.1k
  • 4
  • 1.1k

'ડોક્ટર કેમ છે મારી નેહા ને?' ભારે હૃદયે રડતાં રડતાં એક યુવાન ઓપરેશન થિયેટર ના દરવાજે રોકીને ડોક્ટર ને પૂછી રહ્યો હતો. 'જુઓ ભાઈ હજુ કંઈજ ન કહી શકાય, માથાંમાં વાગ્યું છે, બ્લડલોસ પણ બહુ થઈ ગયેલ છે. ઓપરેશન પછીજ ખબર પડે. ભગવાન પર ભરોસો રાખો' એટલું કહી ડોક્ટર ઓપરેશન થિયેટર માં જતા રહ્યા. અને ઓપરેશન થિયેટર નો લાલ લેમ્પ ચાલુ થઈ ગયો. લેમ્પ નો કલર જોઈને એ યુવાન વિચારોમાં ડૂબી ગયો. એ સમયે  'લાલ લાલ સનેડો' વાળું ગીત બહુ ચાલતું, દુકાનોમા, ઓટો રીક્ષામાં જ્યાં જોઈએ સનેડો જ સનેડો વાગતું હોઈ, ઘણા એ તો ફોનની રિંગટોન પણ એ જ રાખેલ,