મૃગધા - પરાગ

(30)
  • 2.3k
  • 1
  • 860

મુંબઈનું બોરીવલ્લી સ્ટેશન - ઘડીયાળમાં રાત્રીના ૯:૫૫ વાગ્યાં છે. પ્લેટફોર્મ નંબર ૪ ઉપરના રેલવે પુલ પરથી પચાસ વર્ષની વયે પહોંચેલી મૃગધા શાહ દાદર નીચે ઊતરી રહી છે. આમ, તો પચાસ વર્ષની ઉંમર પણ કાળી કીનારી વાળી ને રંગે ગુલાબી સાડી, આંખનું કાજળ અને કાન ઉપરની વાળની લટ એની ઉંમરને ચાલીસ જ બતાવે. એક હાથમાં સાડીનો પાલવ અને બીજા હાથમાં બેગ પકડીને મૃગધા પોતાના ફર્સ્ટ ક્લાસ એ.સી. ડબ્બાના ઇન્ડિકેટર નીચે આવીને ઉભી રહી. ત્યાં જ એકાએક જાહેરાત થઈ, "મુંબઇ સેન્ટ્રલથી આવનારી ને અમદાવાદ તરફ જતી ગાડી નંબર ૧૨૯૦૧ ગુજરાત મેલ