મુહૂર્ત - (પ્રકરણ 21)

(172)
  • 4.4k
  • 7
  • 2.4k

હું મારા મિત્રો સાથે એ જંગલમાં આમ અને તેમ ભટકી રહ્યો હતો. શિકારીઓની બુમો અને એમના ગન ફાયરના અવાજે જંગલની શાંતિ ડહોળી નાખી હતી. જમીન પર સુકાઈને પડી ગયેલ જે વ્રુક્ષો પર અમે સરકતા અને રેસ લગાવતા એ જ ઝાડ અમને અવરોધ બની રહ્યા હતા.. અમે માનવ રૂપે જ ભાગતા હતા કેમકે શિકારીઓ મદારી હતા. અમે નાગ રૂપ લઈને પણ એમનાથી બચી શકીએ તેમ નહોતા. અમે મોટી ફલાંગો સાથે જમીન પર આડા પડેલા વ્રુક્ષોને કુદતા હતા. અમારા પગ પણ જમીનને ક્યારેક જ અડતા હતા એ સ્પીડે અમે જતા હતા. મને ડર લાગતો હતો. એ માટે નહિ કે હું મરી જઈશ.