મર્ડર@રિવરફ્રન્ટ - 35

(441)
  • 6.2k
  • 23
  • 4.1k

મર્ડર@રિવરફ્રન્ટ 35 રિવરફ્રન્ટ સિરિયલ કિલરનો આગામી ટાર્ગેટ અમદાવાદ શહેરનાં ડીસીપી દામોદર રાણા હતાં એની રાજલને ખબર પડી જાય છે અને એ હવાની ગતિએ બુલેટને દોડાવતી દરગાહ જોડે પહોંચી ગઈ હતી જેનાં લોકાર્પણ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ ડીસીપી રાણા હતાં.. ભીડ નાં લીધે આગળ વધવામાં અસમર્થ રાજલે શિકોલ બિલ્ડીંગ ની ટેરેસ ઉપર સ્નાયાપર ગન લઈને ઉભેલાં સિરિયલ કિલરને જોયો. સિરિયલ કિલર નાં હાથમાં રહેલી સ્નાયાપર ગનનો નિશાનો રાણા તરફ મંડાયેલો જોઈ રાજલે કંઈક નિર્ણય લીધો અને પોતાની સર્વિસ રિવોલ્વર ને સ્ટેજ તરફ ઉભેલાં ડીસીપી રાણા ની તરફ તાકી. રાજલે ધ્રુજતાં હાથ ને મહાપરાણે કંટ્રોલ કર્યો અને પોતાની રિવોલ્વરમાંથી એક