મુહૂર્ત - (પ્રકરણ 20)

(172)
  • 3.5k
  • 12
  • 2.2k

“વિવેક, આપણે નયનાને ક્યાં શોધીશું? આવડા મોટા જંગલમાં આપણને કઈ રીતે અંદાજ આવી શકશે?” મેં મારા હાથ પર જ્યાં જાદુગરની છરી વાગી હતી ત્યાં મારો રૂમાલ બાંધ્યો. “લાવ હું મદદ કરું.” તેણે રૂમાલ બરાબર બાંધી આપ્યો. “આપણે નયનાને શોધવી પડશે... વિવેક.” મેં ફરી એ જ વાત કહી. અંધકાર ઘેરાતો હતો અને મને આસપાસના દરેક વ્રુક્ષની પાછળ એક દુશ્મન સંતાઈને અમારી રાહ જોતો હોય એમ લાગતું હતું. “એ જ વિચારી રહ્યો છું.” વિવેકે કહ્યું ત્યારે એ કેટલો જુસ્સામાં હતો એ મને સમજાઈ ગયું કેમ કે એણે રૂમાલને જે રીતે કસીને ગાંઠ આપી હતી એ જોતા હું સમજી ગયો કે એના હાથ