ખટપટિયા કરણદાસની યુવાન વિઘવા વાઈફને સાંત્વના દઈ હોસ્પિટલ તરફ રવાના થયો.ત્યારે ખટપટિયાના દિમાગમાં કંઈક ખટકી રહ્યુ હતુ. કરણદાસની યુવાન વિધવાનુ રૂદન એને પૂર્વનિયોજિત ડ્રામા જ લાગ્યુ.એ જરૂર કરતાં વધારે ચાલાક અને હોશિયાર લાગી એને..!પતિના મૃત્યુનો જે શોક એની પરણેતરને હોવો જોઈએ એ લગીરે જોવા ન મળ્યો.જે જોયુ એ એક્ટિંગ હતી. જેમાં રેશમી બદનની માલિક કરણની વાઇફનુ પર્ફોમન્સ કાબિલેદાદ હતુ.બંગલાની બહાર સાદા ડ્રેસમાં નારંગે પાણીપૂરી વાળા જોડે ગપ્પાં મારતો જોયો.પોપટસરના બુલેટને જોતાં જ એણે સેલ્યુટ ઠોકી.ખટપટિયા એક રહસ્યમય સ્માઈલ સાથે આગળ વધી ગયો.જગદિશને સમજાઈ ગયુ કે કરણદાસની વાઈફ પર નજર રાખવા પોપટ સરે નારંગને ગોઠવી દિધો છે..!બન્નેએ હજુ એકાદ કીમીનુ અંતર કાપ્યુ હશે