માથાભારે નાથો - 7

(65)
  • 5.8k
  • 3
  • 2.4k

"અલ્યા, તારું પાકીટ તો તું આવ્યો ત્યારે બસમાં કોક મારી ગ્યું'તું..તો આ ક્યાંથી લાવ્યો..?" મગને નાથાએ કાઢેલું પાકીટ જોઈને કહ્યું."આ એક બીજું જૂનું પાકીટ મારી પાંહે હતું..પણ આમાં તો અઠ્ઠાવીસ જ નીકળ્યા. તારી પાંહે કાંઈ નથી ?" નાથાએ નિરાશ થઈને કહ્યું."યાર, મારેને લખમીજીને ક્યાં મેળ છે. સાવ લૂખી પાંચમ છું. મને એમ કે તું દેશ (વતન)માંથી આવ્યો છો એટલે તારી પાંહે થોડાક હશે."હતા તો ખરા, પાંચસો જેટલા..પણ પાકીટ હારે ગયા. અને બીજા થોડા'ક આમાં હતા ઇ અત્યાર સુધી હાલ્યા..હવે આ પેટ્રોલના કેમ કરીને દેવાના છે ?"નાથાએ પેટ્રોલ પુરીને પૈસા માટે ઉભેલા છોકરાને બતાવીને કહ્યું. ત્યાં જ પેલો બોલ્યો."પૈહા ની મલે