મુહૂર્ત - (પ્રકરણ 19)

(173)
  • 4.1k
  • 9
  • 2.1k

આગ દુર હતી પણ તેની ઝાળ ભયાનક હતી. મેં પહેલા કહ્યું તેમ અમને માનવ જેવી દરેક લાગણી થાય છે. એ ગરમી કરતા પણ વધુ ભયાનક હતો ધુમાડો. ત્યાં ચારે તરફ ધુમાડો અને અંધકાર ફેલાઈ ગયા હતા. મેં મારો રૂમાલ નીકાળ્યો. હું ક્યારનોય દોડી રહ્યો હતો એટલે મારા ચહેરા પર અને ગરદન પર પરસેવાના રેલા હતા. એ પરસેવો વળવામાં આસપાસની ગરમી પણ જવાબદાર હતી. એ ગરમીથી થયેલ પરસેવો મારા માટે મદદરૂપ હતો. મેં રુમાલથી પરસેવો લૂછ્યો અને મારા મો ફરતે એ પરસેવાથી ભીનો રૂમાલ બાંધી દીધો. એ રૂમાલ એક ફિલ્ટરનું કામ કરવા લાગ્યો નહિતર એ ધુમાડો મને ગૂંગળાવી મારવા માટે પુરતો